/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/maxresdefault-26.jpg)
પોલીસ દ્વારા આ વીડિયો ગુજરાતનો છે કે રાજ્ય બહારનો તે દિશામાં તપાસ કરવામાં આવશે
ગુજરાતની રૂપાણી સરકાર રાજ્યમાં દારૂબંધીના કાયદાની અમલવારી માટે કડક સુચના આપી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટીનાં કાર્યકરો પક્ષનું નામ બદનામ કરતા હોય તેવો વીડિયો હાલ ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ભાજપનાં જ કાર્યકરો દારૂની મહેફિલ માણતા હોય તેવું સામે આવ્યું છે. માત્ર એટલું જ નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મીમીક્રી કરતા હોય તેવું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક હવે ભાજપનાં કાર્યકરો સરકારને પણ ગાંઠતા નથી તેવું જણાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ આ વીડિયો ગુજરાતનો છે કે ગુજરાત બહારનો તે દિશામાં તપાસ કરી તથ્ય જાણવામાં આવશે. તે બાદ જ આગળની કાર્યવાહી કરી શકાશે.
હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તેમાં ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખની જન્મદિવસની પાર્ટીમાં કોઈ હાઈવે નજીકની હોટલ(ઢાબા) ઉપર દારૂની મહેફિલ જામી હોય તેવું જણાઈ રહ્યું છે. તો દારૂનાં નશામાંછાકટા બનેલા ભાજપનાં કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં મીમીક્રી કરતા હોય અને જાહેરમાં શરાબની મહેફીલ માણતા હોય તેવો ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં નશામાં ચકચુર રોહિત નિઝામાએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં મીમીક્રી કરી હતી.
આ બાબતે ભરુચ તાલુકા ભાજપ પ્રમુખનો સંપર્ક થઇ શકયો ન હોવાથી તેમની પ્રતિક્રિયા જાણી શકાઇ નથી. તો જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પાર્ટીનાં નિયમ મુજબ આ વીડિયોમાં દેખાતા કાર્યકરોને પાર્ટીની ફોરમમાં બોલાવવામાં આવશે. તેમની પુછપરછ કરવામાં આવશે અને તથ્યા જાણ્યા બાદ જો કસુરવાર ઠરશે તો પાર્ટી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે.