ભરૂચઃ પોલીસ મથકનાં રાઈટર રૂપિયા 6000ની લાંલ લેતા ACBનાં હાથે ઝડપાયા

New Update
ભરૂચઃ પોલીસ મથકનાં રાઈટર રૂપિયા 6000ની લાંલ લેતા ACBનાં હાથે ઝડપાયા

જમીન વિવાદનાં કેસમાં પોલીસ પાસે તપાસ આવતાં રાઈટરે પાર્ટી પાસેથી લાંચની માંગ કરી હતી

ભરૂચ જિલ્લામાં સુરતની એક પાર્ટીનો જમીન વિવાદનો કેસ કોર્ટમાં ચાલતો હતો. જેની તપાસ કરવા સ્થાનિક પોલીસને કોર્ટે જણાવ્યું હતું. જેમાં રાઈટર દ્વારા પાર્ટીને વિશ્વાસમાં લઈ પતાવટ માટે લાંચની માંગણી કરી હતી. જે બાબતની ફરિયાદ એસીબીમાં થતાં આજરોજ લાંચની રકમ લેતાં રાઈટર રંગેહાથ ઝડપાયા હતા.

ભરૂચમાં એક જમીન વિવાદનો કેસ કોર્ટમાં ચાલતો હોય તેની પોલીસ મથકમાં તપાસ આવી હતી. આ કેસમાં કોર્ટની નકલ બતાવવા માટે પોલીસ મથકનાં રાઈટરે રૂપિયા 15 હજારની માંગણી કરી હતી. જે બાદ તેમાં 6000 રોકડા આપવાનું ફાઈનલ થયું હતું. અરજદારે એસીબીને જાણ કરતાં છટકું ગોઠવ્યું હતું.

આજરોર નક્કિ થયેલી રૂપિયા 6000ની રકમ સ્વીકારવા જતાં સી ડિવિઝન પોલીસ મથકનાં રાઈટર રણજીત રાજ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાત ધરવામાં આવી છે.

Latest Stories