ભરૂચ: જયોતિનગર વિસ્તારની જવેલરી શોપમાંથી ૧ લાખના મંગલસુત્રની થઇ ચોરી

New Update
ભરૂચ: જયોતિનગર વિસ્તારની જવેલરી શોપમાંથી ૧ લાખના મંગલસુત્રની થઇ ચોરી

ભરૂચ સિ-ડિવિઝન વિસ્તારમાં આવેલ ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં આવેલ જવેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ એક પુરૂષ અને બે મહિલા દ્વારા ઘોળા દિવસે જ રૂપિયા ૧ લાખના સોનાના મંગળસૂત્રની ચોરી કરાઇ હોવાની ઘટના બનવા પામતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત પ્રાથિમક વિગત અનુસાર ભરૂચ સિ-ડિવિઝન વિસ્તારમાં આવેલ જ્યોતિનગર પાસેના એક જ્વેલરીશોપમાં એક પુરૂષ અને એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી દુકાનદાર પાસે એક પછી એક ઘરેણાં જોવા માંગ્યા હતા. દરમિયાન દુકાનદાર દાગીના બતાવવા અન્ય કબાટમાંથી બહાર કાઢવા જતા તેની નજર ચુકવીને રૂપિયા એક લાખની કિંમતના મંગળસુત્રની ઉઠાંતરી કરી આ ત્રણેવ વ્યક્તિઓ દુકાનમાંથી જતા રહ્યા હતા. આ ઘટનાની જાણ દાગીના પરત કબાટોમાં ગોઠવવા જતા દુકાનદારને થતાં તેણે તુરંત પોતાની દુકાનમાં રહેલ સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે દુકાનદારની ફરીયાદ નોંધી હતી. પોલીસે દુકાન માંથી સી.સી.ટી.વી ફૂટેજ મેળવી ગ્રાહકના સ્વાંગમાં આવેલ ઠગ ટોળકીની શોધ આરંભી છે.

Latest Stories