/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-53.jpg)
ચારો તરફ ચૂંટણી ના પ્રચાર ચાલી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે કમર કસી છે પરંતુ માઈનોરિટી અને આદિવાસીઓ નો એક મોટો હિસ્સો BTP માટે કમર કસી રહ્યો છે વર્ષો થી ભરૂચ લોકસભા ભાજપ ના શાસન માં રહી છે અને અગાઉ અહીંયા કૉંગ્રેસ નું શાસન રહ્યું છે પરંતુ માઈનોરિટી અને આદિવાસીઓ નો મૂડ આ વખતે કંઈક અલગ જોવા મળી રહ્યો છે, ઘણા ખરા માઈનોરિટી અને આદિવાસીઓ દવારા ભાજપ ની સાથે કોંગ્રેસ નો વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે છોટુભાઈ વસાવા એ જાહેરાત કરી છે કે નર્મદાનદી, આદિવાસી અને દલિત તેમજ માઈનોરિટી ના કલ્યાણ માટે તેઓ સજ્જ થઈ ગયા છે અને આવનાર દિવસો માં એમના કલ્યાણ ના કર્યો કરવામાં આવશે અને સાથે સાથ માઈનોરિટી માં પણ છોટુભાઈ ની લોકપ્રિયતા આ વખત ની ચૂંટણી માં મોટો ભાગ ભજવશે એવાં સમીકરણો ઉભા થયા છે ત્યારે આ લોકપ્રિયતા ભરૂચ લોકસભા ની આ ચૂંટણીમાં માં મોટો અપસેટ સર્જે એવા એંધાણ સર્જાયા છે