/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-187.jpg)
આ લોકસભા ચૂંટણી માં ગુજરાત રાજ્યની ભરૂચ સીટ મહત્વની બની રહી છે. ઝગડિયાના ધારાસભ્ય છોટુ વસાવા ભરૂચ સીટ પર બી.ટી.પીના બેનર હેઠળ પોતાની ઉમેદવારી નોંધાવી પ્રચાર રહ્યા છે.ભારતીય ટ્રાયબલા પાર્ટીના ઉમેદવાર તરિકે છોટુભાઇ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી ભરૂચ લોક સભામાં આવતા વિવિધ ગામોમાં પોતાનો ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે.
ભરૂચ શહેરમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવાએ એક રોડ શો યોજી પ્રચાર કર્યો હતો.જેમાંએક વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી.જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી.
રેલીમા ઉમેદવાર છોટુભાઇ વસાવાને ચુંટણીના માહોલ વિષે પુછતા તેમણે પોતાની જીતનો દાવો કરી ભાજ્પ ઉપર પ્રહાર કરતા કનેકટ ગુજરાતને જણાવ્યું હતું કે, સારામાં સારો માહોલ છે. ભાજ્પના વિરૂધમાં આખા દેશમાં માહોલ થઈ ગયો છે. ભાજ્પ વાળાએ આ નર્મદા સુકી કરી દીધી છે. જેથી એ લોકો પણ આ ચુંટણીમાં સુકા જ પડી રહેવાના છે. કયા મુદ્દાઓ સાથે તેઓ પ્રચાર કરી રહ્યા છે તે વિષે પુછતાં તેમણે નર્મદામાં પાણી નથી, બેરોજગારી,લોકોને પીવા પાણી નથી તેની મોટી સમસ્યા છે.જેવા મુદ્દા ગણાવી એનાથી વિશેષ કયા મુદ્દા હોઇ શકે તેમ કહ્યું હતું.
તેમણે પોતાની આગવી શૈલીમાં ભાજપ ઉપરા પ્રહાર કરતા જણાવ્યું કે તેઓ જાણે જ છે આ તમામ સમસ્યા છે પણ જાણી જોઇને તેમણે કોઇ સુવિધાઓ આપવી નથી. એટલા માટે જ હું આ ચુંટણી લડવા નીકળ્યો છું.
વિધાન સભાની ચુંટણી કરતા લોકસભાની ચુંટણીમાં તેમના અલગા જ મીજાજ અને કોને બતાવવા માંગો છો તે વિષે પુછતાં તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, હું ભાજ્પ અને કોંગ્રેસ ભેગા જ છે માટે બંન્નેવને બતાવવા અલગથી તેમનો વિરોધ કરવા નીકળ્યો છું.
હાર્દિકને લાફો પડ્યો એ મૂદ્દે હસતા હસ્તા તેમણે કહ્યું એ એમને જ પુછો કેમ તમચો પડ્યો છે? એ કોઇ સમાજને લઈ ને ચાલતો નથી, એ તો બધા અંદરખાને બી.જે.પી. કોંગ્રેસને ચલાવવા વાળા લોકો છે.લોકોના નામે મુમેન્ટ ચલાવી ને સોદા કરવા વાળા લોકો છે.