• ભરૂચ નગરપાલિકાની ચૂંટણી

  • વોર્ડ નંબર 8માં ઘર્ષણના દ્રશ્યો

  • ભાજપના પ્રચાર દરમ્યાન સર્જાયું ઘર્ષણ

  • ઉમેદવાર ધનજી ગોહિલના આક્ષેપ

  • બહારના માણસોએ કર્યો હુમલો

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં ભાજપના પ્રચાર દરમ્યાન થયેલ ઘર્ષણના મામલામાં ઉમેદવાર ધનજી ગોહિલે કેટલાક ગંભીર આક્ષેપ કર્યા છે
ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં ભાજપની પ્રચાર રેલી દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. રેલી દરમિયાન વિરોધ પ્રદર્શન અને ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. રેલીમાં સામેલ ભાજપના ઉમેદવારો અને વિરોધ કરતા લોકો વચ્ચે અથડામણ થઈ હતી. જેના કારણે થોડીવાર માટે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ઘટનાના કેટલાક વિડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ મામલે ભાજપના ઉમેદવાર ધનજી ગોહિલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે વિરોધ સ્થાનિક નહોતો, પરંતુ અમદાવાદથી મહિલાઓને લાવીને વિરોધ કરાવવામાં આવ્યો હતો. તેમના કહેવા મુજબ, કેટલાક “ગુનેગાર તત્વો” અને “તડિપાર વ્યક્તિઓ”ને પણ લાવવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઘટનાને લઈને ભાજપ તરફથી પોલીસમાં તપાસની માંગ કરવામાં આવી છે. આ ઘટનાને કારણે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે.