Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વણાકપોર ગામે એક યુવકને આવ્યો કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગે 13 મકાનોને કર્યા ક્વોરેન્ટાઈન હેઠળ

ભરૂચ : વણાકપોર ગામે એક યુવકને આવ્યો કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગે 13 મકાનોને કર્યા ક્વોરેન્ટાઈન હેઠળ
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે લોકડાઉન દરમ્યાન બહારથી આવેલી કેટલીક વ્યક્તિઓની જાણ થતાં ગામના 5 જેટલા પરિવારોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા. તા. 18ના રોજ ગામના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા સમગ્ર ગામને સીલ કરવામાં આવ્યુ હતું. ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા સમગ્ર ગામમાં મેડીકલ સર્વે હાથ ધરવામાં આવ્યુ હતું.

આરોગ્ય સુત્રોના જણાવ્યા અનુસાર, વણાકપોરના જે ફળીયામાં કોરોના પોઝિટિવ કેસ જણાયો છે તે ફળિયામાં 13 જેટલા ઘરોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્ય કર્મીઓ દ્વારા હાથ ધરાયેલા મેડીકલ સર્વે દરમ્યાન ગ્રામજનોને ગામમાં રહેવાની તાકીદ કરી કોરોનાને લગતી સમજ આપવામાં આવી હતી. જેમાં ગતરોજ ગામના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી સમગ્ર ગામને સીલ કરવામાં આવ્યું છે. ગામમાં આવવા જવાના તમામ રસ્તા સીલ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

Next Story