Connect Gujarat
ગુજરાત

10 દિવસના આતિથ્ય બાદ દશામાંની મૂર્તિનું શ્રધ્ધાભેર નર્મદા નદીમાં વિસર્જન

10 દિવસના આતિથ્ય બાદ દશામાંની મૂર્તિનું શ્રધ્ધાભેર નર્મદા નદીમાં વિસર્જન
X

ક્લીન ભરૂચ ક્લીન નર્મદા સંગઠનની પ્રસંસનીય કામગીરી

ભરૂચ જિલ્લામાં દિવાસાથી શરૂ થતા દશામાના વ્રતની ઉજવણી માટે મહિલાઓ તથા કુંવારિકાઓમાં ગજબનો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. વ્રતની શરૂઆત કરનાર પ્રત્યેક માઈભકત દશ દિવસના ઉપવાસ રાખી દશામાનું પૂજન-અર્ચન કરી પોતાની મનોકામના પુરી કરવા પ્રાર્થના કરી માંની ભક્તિમાં લીન બનયા હતા.

અષાઢિ અમાસ એટલે કે દિવાસાથી પ્રારંભ થતા દશામાના વ્રતના ૧૦ દિવસ સુધી માતાજીની પૂજા, અર્ચના, ભક્તિ કર્યા બાદ દબાભેર માં નર્મદાના પવિત્ર જળમાં તેને વિસર્જિત કરવામાં આવી હતી.પર્યાવરણ અને જળપ્રદુષણને ધ્યાને રાખી સરકારે જાહેર કરેલ હૂકમ અનુસાર ઇકોફ્રેન્ડલી માટીની બનેલી તથા કાચા પાણીના કલરથી રંગાયેલી દશામાની મૂર્તિઓ બજારમાં વેચાય હતી.પરંતુ ભકતોને પોતાની દશામાની મુર્તિને શણગારવાનું ધેલુ લાગતા કેટલાક ભક્તો દ્વારા આ વર્ષે પણ માં દશામાની પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તી લાવી તેનું સ્થાપન કરી, તેને શણગારી હોવાનું જોવા મળ્યું હતું.

દશ દશ દિવસ માંની પૂજા-અર્ચના બાદ તા. ૨૦મીની રાતે મા દશામાંની મૂર્તિનું નર્મદાના જળમાં વિસર્જન કરવા ભક્તો મોટી સંખ્યામાં નર્મદા કિનારે ઉમટ્યા હતા. પણ સર્વેની દશા સુધારનાર માં દશામાંની મૂર્તિ વિસર્જન કરવામાં નદીનું પાણી ધણે દૂર હોઇ ભક્તોમાં નિરાશા ફેલાય હતી. ત્યારે ભરૂચમાં કાર્યરત CBCN (ક્લીન ભરૂચ ક્લીન નર્મદા) ) એન.જી.ઓ, સંઘ સંચાલકો, ટાઇગર યુવા ગૃપ દ્વારા માઇ ભક્તોની સેવામાં ઉપસ્થીત થઈ તમામ મૂર્તિ એકત્રીત કરી તેને ટ્રેકટર મારફત નદીના પાણી સુધી લઈ જઈ તેનું વિધિવત વિસ્ર્જન હાથ ધરાતા ભક્તોમાં ખુશી વ્યાપી હતી.

CBCNના કાર્યકર દેવરાજસિંહ પરમારે કનેકટ ગુજરાત સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે, તેમનઈ સંસ્થા દ્વારા વર્ષોથી માં નર્મદાની પવિત્રતા જનવાય અને તે પ્રદુષિત ન થાય તે માટે મુહીમ ચલાવાય છે સાથે સાથે મૂર્તિ વિસર્જન સમયે મૂર્તિ ઉપરના ફૂલ,હાર,પૂજાપો નદીના જળમાં ન જાય તે માટે પણ તેઓ દ્વારા તેને એકત્રીત કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે.તા.૨૦મીની રાતે ૧૧ કલાક થી શરૂ થયેલ વિસર્જનમાં નદીનું પાણી દૂર હોઇ તેમની સંસ્થા દ્વારા ભરૂચ નગર પાલિકાની મદદથી એક ટ્રેકટર્ની વ્યવસ્થા કરી ભક્તો દ્વારા લવાતી તમામ મૂર્તિ એકત્રીત કરી તેને વિધિવત રીતે મા નર્મદાના જળમાં વિસર્જિત કરવામાં આવી હતી. તેમજ મૂર્તિ ઉપરના હાર,ફૂલ અને પૂજાપાનો લગભગ પાંચ થી ૬ ટન જેટલો ઘન કચરો પણ તેઓ દ્વારા એકત્રીત કરી પાલિકાની મદદથી તેનો પણ યોગ્ય નિકાલ કરાયો હોવાનું જણાવ્યું હતું.

વધુમાં CBCN સંસ્થા દ્વારા મા નર્મદાની પવિત્રતા જાળવવાની જાહેર અપીલ કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં ભક્તો દ્વારા પી.ઓ.પી ની મૂર્તિ લાવવાનો આગ્રહ ન રાખી જો માટીની મૂર્તિ અને તે પણ જો શક્ય હોઇ ઘેર-ઘેર ન લાવી એકજૂથ થઈ ઓછી સંખ્યમાં મૂર્તિ લાવી મા નર્મદાની પવિત્રતા જાળવી તેને પ્રદુષિત થતી અટકાવવા તેવી અપીલ પણ કરી હતી.માઇ ભક્તોની કોઇ લગણી દુભાયા વગર યોગ્ય રીતે વિધિવત મા દશામા મૂર્તિનું વિસર્જન કરાતા CBCN સંસ્થાનીકામગીરીની સરાહના કરી તેમનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા.

Next Story