ગ્રામ પંચાયત દ્વારા ખોટી રીતે ઠરાવ કરીને કંપનીઓને માટી ખોદકામ કરવા આપ્યું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

ભરૂચ તાલુકાનાં દયાદરા ગામે આવેલી બ્લોક નંબર 767, 609, 536, 456 વાળી જમીનમાંથી ખોટી રીતે કોઈપણ જાતની પરવાનગી વગર ખાનગી કંપની દ્વારા માટી ખોદકામ કરવામાં આવતી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યો છે. જે અંગે લેખિત રજૂઆત જિલ્લા કલેક્ટરમાં કરીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દયાદરા ગામનાં લોકોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યું છે કે, ગ્રામપંચાયતની  બ્લોક નંબર 767, 609, 536, 456 વાળી જમીનમાંથી માટી ખોદકામ માટે પંચાયત દ્વારા ખોટી રીતે ઠરાવ કરી પરવાનો આપી દીધો છે. જે શ્રી ખીચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. અને ટાટા કન્સલ્ટન્સીને આપવામાં આવી છે. જે રેલવે કોરીડોરના હેતુ માટે માટી ખોદકામ કરવામાં આવે છે. જે ગેરકાયદેસર હોય તાત્કાલિક ધોરણે અટકાવવા માટે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે.

LEAVE A REPLY