Connect Gujarat
ગુજરાત

ભરૂચ : અંકલેશ્વરની કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડની સરાહનીય કામગીરી, પોલીસ-આરોગ્ય વિભાગને કર્યું હેલ્થ કીટનું વિતરણ

ભરૂચ : અંકલેશ્વરની કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડની સરાહનીય કામગીરી, પોલીસ-આરોગ્ય વિભાગને કર્યું હેલ્થ કીટનું વિતરણ
X

કોરોના વાઈરસ વૈશ્વિક મહામારીને નાથવા સતત ફરજ નિભાવી

રહેલા ભરૂચ જિલ્લાના પોલીસ તેમજ આરોગ્ય કર્મચારીઓને મદદરૂપ થવા માટે અંકલેશ્વર

જીઆઇડીસી સ્થિત કોરોમંડલ ઇન્ટરનેશનલ

લીમીટેડ કંપની દ્વારા સેનિટાઇઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 6000 સેનિટાઇઝર અને 12,500થી વધુ માસ્કની સહાય આપવામાં આવી હતી.

કોરોમંડલ ઇન્ટરનેશનલ લીમીટેડ કંપનીના એચ.આર. મેનેજર

હરિપ્રસાદ શ્રીરંગ દ્વારા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલા તેમજ ભરૂચ

જિલ્લા આરોગ્ય અધિકારી વી.એસ.ત્રિપાઠીની ઉપસ્થિતીમાં બન્ને વિભાગમાં સહાય અર્પણ કરવામાં આવી હતી. આ

પ્રસંગે ફરજ પર હાજર પોલીસ જવાનોને કંપનીના સી.એસ.આર. હેડ કિરણસિંહ સિંધા દ્વારા સ્થળ પર જ હેલ્થ કીટનું વિતરણ કરી પોલીસ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. કોરોમંડલ ઇન્ટરનેશનલ લીમીટેડ

કંપનીએ આ વૈશ્વિક મહામારી સામે લડવા તમામ પ્રકારની પ્રજાલક્ષી તથા સરકારને જરૂરી

એવી તમામ સહાયની મદદ કરવા અંગેની બાંહેધરી આપી હતી.

Next Story