Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વાગરા ખાતે 800થી વધુ અનાજની કીટનું કરાયું વિતરણ, જરૂરિયાતમંદોને કરાશે સહાય

ભરૂચ : વાગરા ખાતે 800થી વધુ અનાજની કીટનું કરાયું વિતરણ, જરૂરિયાતમંદોને કરાશે સહાય
X

કોરોના વાયરસના પગલે રાજ્યભરમાં ઠેર ઠેર જુદી જુદી

રીતે સહાય કરવામાં આવી રહી છે. આવી સહાય ભરૂચ જિલ્લાના વાગરા ગામમાં કાર્યરત શૈખૂલ

ઇસ્લામ ટ્રસ્ટ તેમજ મુન્નાભાઈ ઉર્ફે આરીફ પટેલના સહયોગથી 800થી વધારે અનાજની કીટોનું વિતરણ કરી 30 હજારથી

વધારે સર્વધર્મ અને સર્વસમાજના જરૂરિયાતમંદ વ્યક્તિઓને સહાય આપવામાં આવી હતી.

21 દિવસની દેશબંધીમાં રોજગાર ધંધા ઠપ્પ થઈ જતાં લાચાર

વ્યક્તિઓ માટે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવી અશક્ય બની છે. ત્યારે સેવાકીય

સંસ્થાઓ અને સખીદાતાઓની આગવી પહેલ લાચાર પરિવારો માટે રાહતની હુંફ સમાન છે. કોરોના

વાયરસ સામેની લડતમાં સમગ્ર દેશમાં લોકડાઉન કરાયું છે. જેમાં રોજ મજૂરી કરતાં રોજ

વેતન મેળવતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે. ત્યારે દરેક સમાજના લોકોને વાગરામાં

કાર્યરત શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ અને આરિફ પટેલ ઉર્ફે મુન્નાભાઈના નિઃસ્વાર્થ સહયોગથી

800થી વધારે પરિવારના 30 હજારથી વધારે લોકોને અનાજની કીટો વિતરણ કરવામાં આવી હતી. સર્વધર્મ

સદભાવનાની આગવી મિસાલ પેશ કરી દરેક વર્ગને સહાય ખરેખર બિરદાવવા લાયક છે.

Next Story