/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/13120909/maxresdefault-166.jpg)
ભરૂચમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા
ફરી વિકટ બની રહી છે. ખાસ કરીને વડોદરાથી સુરત તરફ જતી લેનમાં સૌથી વધારે ટ્રાફિક
જોવા મળી રહયો છે.
ભરૂચના જુના સરદાર બ્રિજને બંધ કરવામાં આવ્યાં બાદ નવા સરદાર
બ્રિજ પર વાહનોનું ભારણ વધી ગયું છે. સુરત તરફ જવા માટે માત્ર વાહન ચાલકો માટે નવો
સરદાર બ્રિજ અને ગોલ્ડન બ્રિજ એમ બે જ વિકલ્પ બચી ગયાં છે. ફોરવ્હીલ વાહનો તો
ગોલ્ડન બ્રિજ પરથી પસાર થઇ જાય છે, પણ ટ્રક
અને બસ સહિતના ભારદારી વાહનોને ફરજિયાત હાઇવે પરથી જ પસાર થવું પડે છે. નેશનલ હાઇવે પર થઇ રહેલા ટ્રાફિકજામની ડ્રોન કેમેરાથી
લેવામાં આવેલી તસવીર આપના માટે પ્રસ્તુત છે.