આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રતિનિધિઓ પોતાની પડતર માંગણીઓને ઘણાં સમયથી પ્રતીક ઉપવાસ ઉપર બેઠાં હતાં પરંતુ તેઓના પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું ન હતું. જેથી સફાઈ કામદારોના પ્રતિનિધિઓના સમર્થનમાં સફાઈ કામદારો પણ જોડાઈ ગયા હતા અને નગરની સફાઈ બાબતે સંપૂર્ણ હડતાળ કરી હતી.જેના કારણે નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું ત્યારે ગત રોજ ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ આમોદ પાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી તરીકે ચાર્જ લેતા સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવી સુખદ સમાધાન કરાવી સફાઈ કામદારોને પારણા કરાવ્યા હતા.
ભરૂચ: આમોદ ન.પા.ના સફાઈ કામદારોના પ્રતીક ઉપવાસ આંદોલનનો અંત,તંત્ર દ્વારા પ્રશ્નના નિરાકરણની અપાય ખાતરી
ફાઈ કામદારોના પ્રતિનિધિઓ પોતાની પડતર માંગણીઓને ઘણાં સમયથી પ્રતીક ઉપવાસ ઉપર બેઠાં હતાં પરંતુ તેઓના પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું ન હતું
