/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/farmingindia_660_122818030205.jpg)
સંમેલનમાં રાજયના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહેશે
ભરૂચ જિલ્લાના ખેડૂતોના વણઉકેલ્યા પ્રશ્નોના ઉકેલ માટે અને યોગ્ય માર્ગદર્શન માટે ખેડૂત સંમેલન (સભાનું) આયોજન કરવામાં આવેલ છે. તા. ૪ ફેબ્રુઆરી ૨૦૧ના રોજ ભરૂચ જિલ્લાના કારેલા ખાતે સોમવારના રોજ બપોરના 3 કલાકે સંમેલન યોજાશે. સંમેલનમાં જિલ્લાના તેમજ રાજયના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહેશે.
વડોદરા મુંબઈ એકસપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવનાર અસરગ્રસ્ત ખેડીતોને હાઈકોર્ટના ચુકાદા અને આદેશ મુજબની ચુકવણીની માંગણી માટે બજાર કિંમત કરતા ચાકગણી રકમ ચુકવવા અને કાયદાની સવલતો મળે એનો અમલ જલ્દીથી થાય. નવેસરથી તાત્કાલિક એવોર્ડ જાહેર થાય તેમજ નવા એવોર્ડ પ્રમાણેનું ચુકવણું થાય.
બુલેટ ટ્રેન માટે જમીન ગુમાવનાર ખેડૂતો, મકાન મિલકત ગુમાવનાર લોકોને બુલેટ ટ્રેન પ્રોજેકટથી મોટુ નુકસાન થવાનું છે ત્યારે ૨૦૧૩ના જમીન સંપાદનધારા મુજબ ખેડૂતોને વળતર મળે એવી માંગ બુલંદ કરવા માટે, ભરૂચ, આમોદ, વાગરા, જંબુસર તાલુકાના ૨૭૮ ગામોની ૧,૬૬,૦૦૦ હેકટર જમીન જે નર્મદા સિંચાઈ યોજનાના કાર્ય વિસ્તારમાં આવે છે. તેને પુરેપુરા કાર્ય વિસ્તારમાં બારેમાસ ખેતીની સિંચાઈ માટે પાણી મળી રહે વગેરે પ્રશ્નો અંગે સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે. સંમેલનમાં રાજયના ખેડૂત આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.