Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ ગણેશ વિસર્જન માટે પાલિકા દ્વારા બે કૃત્રિમ તળાવનું કરાયું નિર્માણ

ભરૂચઃ ગણેશ વિસર્જન માટે પાલિકા દ્વારા બે કૃત્રિમ તળાવનું કરાયું નિર્માણ
X

એક રોકડીયા હનુમાન મંદિર અને બીજુ સાંઈ મંદિર પાસે કૃત્રિમ તળાવ બનાવાયું છે.

ગણેશ ઉત્સવ હવે ધીમે ધીમે અંતિમ ચરણો તરફ આવી પહોંચ્યો છે ત્યારે ભરૂચ નગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બે કૃત્રિમ તળાવોનું સર્જન કરવામાં આવ્યું છે. જેમાં ગણેશ વિસર્જન કરવા પાલિકા તંત્ર દ્વારા નગરજનોને અપિલ કરવામાં આવી છે.

ગણેશ ઉત્સવને ઈકોફ્રેન્ડલી બનાવવા અને પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે નર્મદા નદીના પ્રદૂષણને અટકાવવા સ્થાનિક વહીવટી તંત્ર પણ સજાગતા દાખવી રહ્યું છે. ત્યારે હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ હવે અંતિમ ચરણોમાં છે. તેવામાં નગરજનો માટે ભરૂચ નગર પાલિકા દ્વારા બે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. એક રોકડીયા હનુમાન મંદિર અને બીજું સાંઈ મંદિર પાસે બનાવવામાં આવ્યું છે. જ્યાં નગરજનો દ્વારા નાની મુર્તિઓ અને માટીની મુર્તિઓનું વિસર્જન કરી શકાશે.

નગર પાલિકા પ્રમુખ સુરભીબેન તંબાકુવાળાએ જણાવ્યું હતું કે, આ વખતે ઘણા યુવક મંડળોએ નગર પાલિકાની અપિલને ધ્યાને રાખીને ઈકોફ્રેન્ડલી ગણેશની સ્થાપના કરી છે. તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. કારણકે આવું કરવાથી તેમનાંમાં જાગૃતિ આવી અને અન્ય લોકોને પણ સંદેશ પહોંચાડી શક્યા.

Next Story