Connect Gujarat
ગુજરાત

ભરુચ: હિન્દુ જાગરણ મંચ દ્વારા ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરી આત્મનિર્ભર બનવા કરાઇ અપીલ

ભરુચ: હિન્દુ જાગરણ મંચ દ્વારા ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરી આત્મનિર્ભર બનવા કરાઇ અપીલ
X

ભરુચના શક્તિનાથ સર્કલ પર હિન્દુ જાગરણ મંચ દ્વારા લદ્દાખ સરહદ પર શહીદ વીર જવાનો માટે મૌન ધારણ કરી શ્રદ્ધાંજલી પાઠવવામા આવી હતી અને ચીન સામે વિરોધ પ્રકટ કરી ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરવા અપીલ કરવામાં આવી હતી.

ભારત ચીન સીમા વિવાદ મામલે લદ્દાખ સરહદ પર ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારતના 20 જવાનો વીરગતિ પામ્યા છે. ત્યારે 20 જવાનો શહીદ થતાં દેશભરમાં આક્રોશની જવાળા ભભૂકી ઉઠી છે. એક તરફ શહીદ જવાનોને શ્રદ્ધાંજલી ચોમેરથી અર્પણ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ચીનનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરી સ્વદેશી અપનાવવાની હાકલ કરવામાં આવી રહી છે. ભારતભરમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી પાઠવવામા આવી રહી છે. સાથે જ ચીન તેમજ ચીની વસ્તુઓનો ઉગ્ર વિરોધ કરી બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.

ભરુચ શહેરના શક્તિનાથ સર્કલ પર હિન્દુ જાગરણ મંચ ભરુચના સભ્યોએ એકઠા થઈ વીર સપૂતોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. સોશિયલ ડિસ્ટન્સ સાથે મૌન ધારણ કરી શહીદોનું સ્મરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ચીન અને ચીની વસ્તુઓનો વિરોધ કરી બહિષ્કાર કરવામાં આવ્યો હતો, આત્મનિર્ભર બની સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપી ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરવા આપી કરી હતી.

Next Story