-
ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી
-
કોંગ્રેસ દ્વારા હજુ સુધી ટીકીટ નથી થઈ જાહેર
-
કાર્યકરોમાં ભારે ઉચાટ
-
કાર્યાલય પર મોડી રાત સુધી લોકોના ટોળા
-
પૂર્વપ્રમુખને કરાય રજુઆત
ભરૂચ: કોંગ્રેસ દ્વારા ટીકીટ જાહેર ન કરાતા કાર્યકરોમાં ભારે ઉચાટ, કાર્યાલય પર મોડી રાત સુધી લોકોના ટોળા
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ટીકીટ જાહેર ન કરાતા કાર્યકરોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર મોડી રાત સુધી કાર્યકરોના ટોળા જોવા મળ્યા હતા ભરૂચ | સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ટીકીટ જાહેર ન કરાતા કાર્યકરોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર મોડી રાત સુધી કાર્યકરોના ટોળા જોવા મળ્યા હતા
આવનારી ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષમાં ટીકીટ જાહેર ન થતા કાર્યકરોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. મોડી રાત સુધી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોના ટોળા એકત્ર થયા હતા અને નેતૃત્વ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.કાર્યકરો જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સાથે મુલાકાત કરવા માંગતા હતા પરંતુ તેઓ ઉપલબ્ધ ન હોવાથી કાર્યકરોમાં વધુ ઉચાટ જોવા મળ્યો ત્યારબાદ કાર્યકરોએ પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણાને પોતાની રજૂઆત કરી હતી. કાર્યકરોનું કહેવું છે કે ટીકીટ વિતરણમાં વિલંબને કારણે પક્ષમાં અનિશ્ચિતતા વધી રહી છે અને સ્થાનિક સ્તરે અસંતોષ વધી રહ્યો છે.
