Connect Gujarat
Featured

ભરૂચ : વલિયાના કોંઢ ભિલવાડા નજીક તબેલામાં પશુઓની ચોરી કરતાં ઇસમો સીસીટીવી કેમેરામાં થયા કેદ

ભરૂચ : વલિયાના કોંઢ ભિલવાડા નજીક તબેલામાં પશુઓની ચોરી કરતાં ઇસમો સીસીટીવી કેમેરામાં થયા કેદ
X

ભરૂચમાં પશુ તસ્કરો બેફામ બન્યા છે ત્યારે વાલિયા તાલુકાના કોંઢ ભીલવાડા નજીક આવેલ તબેલામાંથી ત્રણ પશુઓની ચોરી કરતા બે ઈસમો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.


અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં રહેતા ઉદયકુમાર જયંતીભાઈ પટેલ અને રોનકભાઈ દ્વારા વાલિયા તાલુકાના કોંઢ ભીલવાડા ગામ નજીક તબેલો બનાવવામાં આવ્યો છે જે તબેલામાં 10થી વધુ ભેંસો છે. ગતરોજ મોડી રાતે પશુ ચોરોએ આ તબેલાને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ તબેલાની ફરતે બનાવેલ ફેનસિંગ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને 3 ભેંસોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં તબેલા માલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ચોરી અંગે વાલિયા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો બનાવની જગ્યાએ પહોંચી ગયો હતો અને ચોરી અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં બે જેટલા તસ્કરો ભેંસો છોડીને લઈ જતા નજરે પડી રહ્યા છે. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

Next Story