Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જંબુસરના ખેડૂતોને પ્રતિ વિંઘાએ રૂ. 240નો ખર્ચ વધ્યો, ડીઝલનો ભાવ વધારો બન્યું કારણ..!

ભરૂચ : જંબુસરના ખેડૂતોને પ્રતિ વિંઘાએ રૂ. 240નો ખર્ચ વધ્યો, ડીઝલનો ભાવ વધારો બન્યું કારણ..!
X

એક તરફ લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે, ત્યારે આર્થિક ભારણ વધી જતાં ભરૂચ જિલ્લાના જંબુસરના ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

કોરોનાની મહામરી વચ્ચે લોકડાઉનમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા પહેલાથી જ મરો હતો, ત્યારે હવે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે ખેડૂતોને આર્થિક ભારણ વધ્યું છે. વરસાદ પહેલા ખેતરોમાં પાકની વાવણીના સમયે ડીઝલમાં ભાવ વધતા જંબુસરના ધરતીપુત્રોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પ્રતિ વિંઘાએ 240 રૂપિયાનો ખર્ચ વધ્યો છે.

જંબુસરના ખેડૂતો પાકની નવી વાવણી કરવા માટે પાણી ખેંચવા મોટર અને મશીનરી તેમજ ખેતર ખેડવા માટે ટ્રેક્ટરમાં પણ ડીઝલનો વપરાશ કરે છે, ત્યારે ડીઝલના ભાવ વધતા ખેડૂતોને આર્થિક માર પડ્યો છે. જોકે સરકાર દ્વારા ડીઝલના ભાવના દર ઘટાડવા તેમજ યોગ્ય સબસીડી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Next Story