ભરૂચ કે.જે. ચોકસી પબ્લિક લાયબ્રેરી ખાતે ગણેશજીની પરિચય કથાનું પઠન કાર્યક્રમ યોજાયો

New Update
ભરૂચ કે.જે. ચોકસી પબ્લિક લાયબ્રેરી ખાતે ગણેશજીની પરિચય કથાનું પઠન કાર્યક્રમ યોજાયો

ભરૂચની ભારતી વિદ્યા મંદિરના વિધાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા પઠન કરાયું.

ઉંદરની આંગળી પકડી ઉંદરને ‘લાયબ્રેરી ચલે હમ’ કહેતા માટીમાંથી બનાવેલા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે

જેના એક ભાગ રૂપે કે.જે. ચોકસી પબ્લિક લાયબ્રેરી ખાતે આજ રોજ ભગવાન ગણેશજીનો જન્મ કેવી રીતે થયો તેમનું ગજરાજ સ્વરૂપ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તેનો ઉલ્લેખ કરતા ગણેશ પુરાણના એક ખંડ જેને ગણપતિ પરિચય ખંડ તરીકે ઓળખવામાં આવે છે. તે ખંડનું શ્રેણીબદ્ધ રીતે પઠન કરવામાં આવ્યું.

આ પઠનનો આરંભ કરતા પહેલા ગણપતિ સ્ત્રોત્ર્મનું પઠન કરવામાં આવ્યું. ત્યાર બાદ એક પછી એક પાનનું પઠન કરવામાં આવ્યું. આ ખંડમાં ગણેશજીની જન્મ કથાઓનો ઉલ્લેખ આવ્યો છે. ભરૂચની ભારતી વિદ્યા મંદિરના વિધાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા આ પાઠ કરવામાં આવ્યો હતો. ગણેશની જન્મ કથાઓનો ઉલ્લેખ ગણેશ પુરાણના પઠન કરવાથી વિધાર્થી અને વિદ્યાર્થીનીઓ સારી રીતે સમજી શક્યા. સાભળેલું હતું તે વાંચી પણ જાણ્યું આથી તેઓ પણ એટલા જ પ્રસન્ન હતા.

Latest Stories