Connect Gujarat
Featured

ભરૂચ : ગાયક વૃંદ સાથે ગરબાની જે મજા આવે તે ડીજેમાં ન આવે, જુઓ શું કહે છે ભરૂચના ખેલૈયાઓ

ભરૂચ : ગાયક વૃંદ સાથે ગરબાની જે મજા આવે તે ડીજેમાં ન આવે, જુઓ શું કહે છે ભરૂચના ખેલૈયાઓ
X

આદ્ય શકિત મા જગદંબાની આરાધના ગરબા થકી કરવામાં આવે છે પણ આ વર્ષે નવરાત્રીના પર્વને કોરોના વાયરસનું ગ્રહણ લાગી ગયું છે. નવરાત્રીમાં જાહેર ગરબા પર પ્રતિબંધ મુકી દેવામાં આવતાં કલાકારોની સાથે ખેલૈયાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

ભરૂચના ગાયક કલાકાર રાઘવ દવેએ જણાવ્યું હતું કે, નવરાત્રીનો તહેવાર કલાકારોની લાગણી અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો છે. નવરાત્રીમાં હજારોની ભીડ વચ્ચે વિવિધ ગરબાઓની રમઝટ બોલાવવાની મજા આવતી હોય છે પણ કોરોના વાયરસના કારણે આ વર્ષે નવરાત્રી નહિ ઉજવાય ત્યારે જે લોકો માત્ર સંગીત પર નભે છે તેમની હાલત કફોડી બની જશે..

નવરાત્રી આવતાં પહેલાં ગરબા કલાસીસોમાં યુવાવર્ગ અવનવા સ્ટેપ્સ શીખવા માટે જઇ ગરબા મેદાનોમાં છવાઇ જવા માંગતા હોય છે પણ સરકારે આ વર્ષે માત્ર 200 માણસોની હાજરીની ગાઇડલાઇન બહાર પાડી છે ત્યારે ગરબા શીખવતાં કલાકારોએ સરકારની આ વાત સાથે અસહમતી દર્શાવી વધુ છુટછાટ આપવાની માંગ કરી છે.

નવરાત્રીને સામાન્ય સંજોગોમાં યુવાવર્ગનો તહેવાર ગણવામાં આવે છે. નવ દિવસ સુધી ગરબાના તાલે અવનવા વસ્ત્રોમાં ગરબા રસિકો ગરબાની મોજ માણતા હોય છે. ભરૂચની શ્રીજી રાઠીએ જણાવ્યું હતું કે, નવરાત્રીમાં અમે અમારા જુના મિત્રો ભેગા થતાં હોય છે અને નવરાત્રી એક એવો તહેવાર છે કે જેમાં અમે મહિનાઓ પહેલાં ગરબાની પ્રેકટીસ શરૂ કરી દેતાં હોય છે પણ આ વર્ષે બધુ બદલાઇ ચુકયું છે.

Next Story