Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ઝઘડીયા તાલુકાના તરસાલી ગામે ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તિ ટ્રસ્ટ દ્વારા ૪૦૦થી વધુ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું

ભરૂચ : ઝઘડીયા તાલુકાના તરસાલી ગામે ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તિ ટ્રસ્ટ દ્વારા ૪૦૦થી વધુ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું
X

ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા હજરત ખ્વાજા ફર્રૂખ ચિશ્તીના ના હુકમથી તરસાલી ગામે જરૂરતમંદ લોકોની વહારે આવિને નાત-જાતના ભેદભાવ વિના અનાજ અને રમઝાન માસને લગતુ ઈફતારીનુ સામાન મળી કુલ 30કિલો ઉપરાંત ની ૪૦૦થી વધુ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તરસાલી ગામમાં રહેતાં મુસ્લિમ લોકો સહિત આદિવાસી ફળિયામાં પણ આ કિટનું વિતરણ કરવામા આવ્યું હતુ, હાલ કારોના મહામારી થી આખું વિશ્વ સંકટમાં છે અને એ બિમારી આપણા દેશમાં વધુ ન ફેલાય તે માટે દેશના વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યું છે એવા સમયે કેટલાક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, એવા લોકો માટે કેટલીક સામાજિક સંસ્થાઓ તેમની મદદ કરવા આગળ આવી છે આ સમયે ગરીબ લોકોને તો મદદ મળી રહે છે પરંતુ મધ્યમ વર્ગના એવા લોકો કે જે રોજ કમાઇ અને રોજ ખાતા હોય અને હાલની પરિસ્થિતિમાં કોઇને મદદ માટે ના કહી શકતા હોય તેવા મધ્યમ વર્ગના પરિવારોને તેમના ઘરે પહોંચીને ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા મદદ કરવામાં આવી હતી તેમજ આજુ-બાજુના ગામના જરુરત મંદ લોકોને પણ મદદ પહોંચાડવામાં આવી હતી.

તરસાલી ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા અગાઉ પણ અમિર નસીર પેલેસ ખાતે ચોથા સમહુ લગ્ન નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ૧૪ જેટલા ગરીબ પરિવારના યુગલોના સમૂહલગ્ન કરવામાં આવ્યા હતા જેમાં તમામ યુગલોને ઘર વપરાની વસ્તુઓ ભેટ - સ્વાગાત રૂપમાં આપવામાં આવ્યા છે,આ ટ્રસ્ટ ગરિબ લોકોની મદદ માટે હમેસા તતપર રહે છે અને સમાજ સેવાના કાર્રો કરતા રહેછે.

*વધુમા ટ્રસ્ટ ના બાની અને અજમેરના ગાદીપતી હજરત ખ્વાજા ફર્રૂખ ચિશ્તી સાહેબે કોરોના સંકટ જલદીથી દુર થાય તેવી દુઆઓ કરીહતી અને મુસ્લિમ સમાજે ઘરમા રહી ને સરકારના કાયદાનુ પાલનકરી કોરોના મહામારીની જંગમા સાથ આપવા જળાવ્યુ હતુ.

Next Story