ભરૂચ: ટ્રેનમાં કિન્નરોએ મચાવ્યો આતંક, મુસાફરને મારી રૂપિયા 500 ઝુંટવતા કરાઈ ધરપકડ

New Update
ભરૂચ: ટ્રેનમાં કિન્નરોએ મચાવ્યો આતંક, મુસાફરને મારી રૂપિયા 500 ઝુંટવતા કરાઈ ધરપકડ

બાંદ્રા થી મુજફ્ફરપુર જઈ રહેલી અવધ ટ્રેનના જનરલ

કોચમાં મંગળવારે વહેલી સવારે અંકલેશ્વર રેલવે સ્ટેશનમાંથી ટ્રેન ઉપાડતા વડોદરામાં

રહેતા ત્રણ કિન્નરોએ આતંક મચાવ્યો હતો.જેમાં કિન્નરોએ એક મુસાફરને મારી રૂપિયા 500

ઝુંટવી લીધા હતા.

publive-image

આ ઘટનામાં મહારાષ્ટ્રનાં પનવેલ પાણીમાં રહેતા મોર

બિહારના બેગાઇ ગામનાના ગોવિંદ લાલુ રાઉટે બાંદ્રાથી અવધ એક્સપ્રેસના જનરલ કોચમાં

બિહાર જઈ રહ્યા હતા. દરમિયાન વહેલી સવારે 4:00 કલાકે અંકલેશ્વર સ્ટેશનેથી ત્રણ

કિન્નરો જનરલ કોચમાં ચડ્યા હતા. આ કિન્નરો દ્વારા મુસાફરો પાસેથી પૈસાની માંગણી

કરી ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી. જેમાં ગોવિંદ પાસે પણ પૈસાની માગણી કરતાં તેણે

પૈસા નહીં આપતા,આ ત્રણે કિન્નરોએ તેને

અપ શબ્દો બોલી માર મારવાનું શરૂ કરી દીધું હતું.

મુસાફરોને ઝાપટો મારવા સાથે મારામારી જનરલ કોચમાં

આતંક મચાવી તેની પાસે રહેલી રૂપિય 500ની નોટ બળજબરીથી કિન્નરોએ ઝુંટવી લીધી હતી. આ

ટ્રેન સીધી વડોદરા રેલ્વે સ્ટેશન પહોંચી ત્યારે રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા

વડોદરા પોલીસે આ ત્રણેવ કિન્નરોનું રેકોર્ડમાં રહેલા ફોટા બતાવતા ફરિયાદીએ ત્રણે

જણને ઓળખી પાડયા હતા.જે આધારે વડોદરા રેલવે પોલીસે લુંટારૂ કિન્નર કુંવર જાનવી કુંવર

મહેક, મનીષા કુંવર અને બુલબુલ કુંવર આરોહી

કુંવર, વડોદરાના સયાજીગંજ, નીરૂભવન ખાતે રહેતા આ ત્રણેવ કિન્નરોને ઝડપી પાડી

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories