Connect Gujarat
Featured

ભરૂચ : લોકડાઉનની નિરાશા ખંખેરી કરો નવી આશાનો સંચાર, જુઓ જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં શું છે આયોજન

ભરૂચ : લોકડાઉનની નિરાશા ખંખેરી કરો નવી આશાનો સંચાર, જુઓ જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં શું છે આયોજન
X

કોરોના વાયરસની સૌથી મોટી અસર શિક્ષણના ક્ષેત્રમાં જોવા મળી રહી છે ત્યારે વાલીઓ અને બાળકોની માનસિક સ્થિતિ ડામાડોળ બની છે. ભવિષ્યમાં શું થશે તેના વિચારો તેમને સતાવી રહયાં છે ત્યારે વાલીઓ અને બાળકોને નિષ્ણાંત તબીબો તથા શિક્ષણવિદોનું માર્ગદર્શન મળી રહે તે માટે જય અંબે ઇન્ટરનેશનલ શાળાએ નવતર અભિગમ અપનાવ્યો છે…

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ શિક્ષણની સાથે અભ્યાસ ઇતર પ્રવૃતિ થકી બાળકોના સર્વાંગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખે છે. કોરોનાની મહામારીએ બદલી જીવન શૈલી અને શિક્ષણના રૂપરંગ બદલી નાંખ્યાં છે ત્યારે વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર તેની અસર થવી એ સામાન્ય બાબત છે. બાળકોની બદલાયેલી જીવન શૈલીથી અવગત કરાવવા તથા તેમને શિક્ષણ પ્રત્યે ફરીથી પ્રવૃત કરવા જય અંબે ઇન્ટરનેશલ સ્કુલ તરફથી નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. શાળામાં તારીખ 9 અને 10 જાન્યુઆરીના રોજ વિશેષ સેમીનારનું આયોજન કરાયું છે. જેમાં ડાયેટીશીયન ડૉ. ઝેનબ મુબારક, પીડીયાટ્રીશીયન ડૉ. પ્રજ્ઞેશ કટારીયા, ફીઝીશીયન ડૉ. વાસીમ રાજ, ડેન્ટિસ્ટ- ડો.હિરલ પંડ્યા, શિક્ષણવિદ પરેશ ભટ્ટ સહિતના તજજ્ઞો માર્ગદર્શન પુરુ પાડશે. આ સેમીનાર તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ઓપન ફોર ફ્રી છે. આ અંગે જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના આચાર્ય સુજાતા ભટ્ટાચાર્યએ વધુ માહિતી આપી હતી.

Next Story