New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-124.jpg)
એક તરફ સરકાર આદિવાસીઓના ઉથ્થાન માટે વિવિધ યોજનાઓ અમલી કરે છે ત્યારે મકતમપુર ખાતે આવેલ સોનાપુરી આદિવાસી બાવન ગામ સ્મશાન ગૃહની ખસ્તા હાલત સુધારવાની માંગ આદિવાસી સમાજ દ્વારા કરાઇ રહી છે.
તેમના જણાવ્યાનુસાર સોનાપુરી આદિવાસી સ્મશાન ગૃહ ખાતે ભરૂચ અને તેની આસપાસ વસતા બાવન ગામના આદિવાસી સમાજના લોકો અંતિમા વિધિ માટે આવે છે. ત્યારે અહીં અગ્નીદાહ માટે માત્ર એક જ ચિતા હોઇ સ્વજનની અંતિમ વિધિ માટે આવનારા આદિવાસી સમાજના ભાઈઓને રાહ જોવી પડે છે.એટલું જ નહીં આસ્મશાન ગૃહની જગ્યા ઘણીજ ઉબડખાબડ અને ઝાડી ઝાંખરા વાળી હોય આદિવાસી સમાજને તેમના સ્વજનની દફન વિધીમાં પણ તકલીફો પડે છે. માટે તેમના સ્મશાન ગૃહનેસુવિધાઓથી સજ્જ કરી તેનો વિકાસ કરાય તેવી માંગ આદિવાસી સમાજ કરી રહ્યો છે.
Latest Stories