ભરૂચ: ખાણ ખનીજ વિભાગે ઉમલ્લા અને નર્મદા ચોકડી નજીકથી રેતીનું બિનઅધિકૃત રીતે વહન કરતી 4 ટ્રક ઝડપી પાડી
ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાર્યવાહી કરવામાં આવી ભરૂચ | સમાચાર |
ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભૂસ્તરશાસ્ત્રીની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા શુક્રવાર વહેલી સવારે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે તેમજ ભરૂચની નર્મદા ચોકડી, ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૪ વાહનો ટ્રક નંબર- (૧) GJ-06-AV-7283 (૨) GJ-16-Z-1826 (૩) GJ-16-AW-9769(૪) DD-01-P-9496 ને સીઝ કરી અંદાજિત કુલ- ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઉમલ્લા પોલીસ સ્ટેશન તેમજ જિલ્લા સેવા સદન, ભરૂચ ખાતે ટ્રકને સિઝ કરવામાં આવી આવી છે.
