/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-60.jpg)
આરંભે સુરી કહેવાતી ભરૂચ નગરા પાલિકામાં પ્રજાની સુખાકારી અને જરૂરીયાત માટે મુકાયેલ આર.ઓ પ્લાન્ટ ભર ઉનાળે જ ખોટકાતા પાલિકાના ૫૦૦ જેટલા કર્મચારીઓ સહિત પાલિકામાં કામ અર્થે આવતી પ્રજાને તરસે મરવાનો વારો આવ્યો છે.
ભરૂચ નગર પાલિકામાં પ્રજા તેમજ પાલિકામાં કામ કરતા કર્મચારીઓ માટે મુકાયેલ આર.ઓ. પ્લાન્ટ સાથેનું વોટર કુલર બંધ હાલતમાં જોવા મળતા પાલિકામાં કામ અર્થે આવનારી પ્રજા સહિત પાલિકામાં કામ કરતા કર્મચારીઓએ પાણીના વલખા મારવાનો વારો આવ્યો છે. તેમણે પાણીની તરસ છીપાવવા પાણી વેચાતું લેવાની નોબત આવી છે. આ અંગે કનેકટ ગુજરાતે પાલીકા કચેરીની લીધેલ મુલાકાત દરમિયાન કુલર માંથી એક ટીપું પણ પાણી નીકળતું જોવા ન મળતા આ અંગે પુછતાછમાં છેલ્લા ત્રણ દિવસોથી પાલીકાના આ એકમાત્ર કુલરમાં પાણીજ નથી આવતું સાથે ધણે દુરથી પાલીકામાં વેરા ભરવા સહિતના અન્ય કામે આવતા લોકોએ પાણી વેચાતું લાવી પીવું પડે તેવી પરિસ્થીતિ નજરે પડી હતી.
તો બીજી તરફ પાલિકા સ્ટાફમાં પણ પાલિકા પાણી મુદ્દે પાણીમાં બેઠી હોવાનો ગણગણાટ સાથે પ્રજાજનોમાં પણ પાલિકા પાણી મુદ્દે પાણીમાં બેઠી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તો પોતાનો બચાવા કરતા પાલિકા પ્રમુખે હા અમારે ધ્યાને આવ્યું છે કે કુલર કોઇ કારણોસર બંધ છે જે અંગે અમો તાત્કાલિક પગલા ભરીશુંનું ગાણું ગાયું હતું.પણ પાલિકામાં એકા માટલું પણ ભરાવી મુકાવવા તસ્દી લીધી ન હતી.