/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-26.jpg)
સેવાસદનની કચેરી બહાર ૪૦૦ સફાઈ કામદારો ધરણા પર
ભરૂચ નગરમાં કચરો ઉઠાવવાની સમસ્યા ઉદ્ભવી
ભરૂચ નગર પાલિકાના સફાઈ કામદારો પોતાની માંગો ને લઇ આક્રમક મુડમાં આવી ગયા છે.સરકાર જલ્દી થી નિવેડો નહીં લાવે તો શહેરમાં ગંદકીના ઢગ ખડકાઈ જવાની સંભાવનાને નકારી શકાઇ એમ નથી. ૪૦૦ કામદારો સેવા સદનની બહાર ધરણા પર બેઠા હતા.જેઓ આજે બીજા દિવસે પણ કામદારોની માંગ ન સંતોષાતા તેમણે હડતાલને યથાવત રાખી છે.
રાજ્યભરમાં શિક્ષકો,ખેડૂતો,તલાટીઓ સહિતના સંગઠનો તેમની પડતર માંગણીઓને લઇ સરકાર સામે અનેક કાર્યક્રમો આપી ચુકયા છે.ત્યાંજ સફાઈ કામદારોએ પણ પોતાની માંગોને લઈ સરકાર વિરુદ્ધ ઝંપલાવતા સફાઈની સમસ્યા ઉદ્ભવી છે.ભરૂચ નગર પાલિકાના ૪૦૦ સફાઈ કામદારો તેઓને કાયમી કરવા,રોસ્ટર પ્રથા નાબૂદ કરવા જેવી અનેક માંગો સરકાર સ્વીકારે એ હેતુ થી સેવાસદન બહાર ધરણા પર બેઠા હતા.સફાઈ કર્મીઓ ધરણા પર બેસી જતા શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ખડકાઈ જશે.અને લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થવાની સાંભવાના રહેલી છે.ત્યારે સરકાર તેઓની માંગનો નિવેડો લાવે તે જરૂરી છે,એવી લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ રાજ્યની ૧૬૨ નગર પાલિકાના સફાઈ કામદારો પોતાની માંગણીઓ સરકાર મંજૂરી આપે એ માટે કામ થી અળગા રહી આવેદન પત્ર પણ પાઠવ્યા હતા.