ભરૂચ નગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦૭ લાભાર્થીઓને અપાઇ સહાય

New Update
ભરૂચ નગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦૭ લાભાર્થીઓને અપાઇ સહાય

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને આગેવાનીમાં વ્યક્તિગત ઘરનું બાંધકામ કરવા માટે સંયુક્ત કુટુંબ દેશ ૩૦૦૦૦૦ આવક ધરાવતા વ્યક્તિને ૩૦ ચોરસ મીટરનો મકાન બનાવવા માટે સરકાર દ્વારા સહાયરૂપે ૩૫૦૦૦૦ આપવાની સહાય કરવામાં આવી હતી. આ યોજનામાં લાભ ભરૂચ નગરપાલિકાના હદમાં વિસ્તારમાં આવતા તમામ લાભાર્થીઓને મળી હતી. હપ્તા ચાલુ થતા જ લાભાર્થીએ પોતાના આવાસનું બાંધકામ નવ માસમાં પૂર્ણ કરવાનું રહેશે તેવી આ યોજનામાં માહિતી ભરૂચ નગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી.

ગરીબ લોકોને પોતાના ઘર મળે સુંદર ઘર મળે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા નગર પાલિકા સભાખંડમાં ૧૦૭ લાભાર્થીઓને આની સંપૂર્ણ માહિતી પ્રમુખના અધ્યક્ષસ્થાનેથી આપવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ સુરભીબેને જણાવ્યા અનુસાર આ સહાયરૂપે ગરીબોને પોતાની છત મળે અને લોકોમાં ઘરનું સપનું સાકાર થાય તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના મૂકવામાં આવી હોય છે. આ યોજનામાં લાભાર્થીઓને નગરપાલિકા પ્રમુખ દ્વારા સૂચન પણ કરવામાં આવ્યું હતું કે આ યોજના માત્ર નગરપાલિકા દ્વારા લાભાર્થીઓને સંકલનમાં રાખીને સોંપવામાં આવી છે. નગરપાલિકા દ્વારા આ યોજના માટે કોઈપણ જાતનો કોન્ટ્રાકટરો સાથે વાતાઘાટો થઈ નથી લાભાર્થીઓએ પોતેજ એમની અનુમતિ અને સમજણપૂર્વક જ કોન્ટ્રાક્ટરને પસંદગી કરવી રહેશે.

ભરૂચના નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તબાકુવાળા સાથેની વાતચીત માં તેમણે જણાવ્યું હતું કે આ લાભાર્થીઓ પાસે કેટલાક લેભાગુ તત્વો પણ જઈને કહેતા હોય છે કે અમને તમારું મકાન બાંધવાનું કોન્ટ્રાક્ટ નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો છે. તો તે વાત સદંતર ખોટી છે અને જો આવું કોઈ લાભાર્થીઓ સાથે થાય ત્વરિક પોતાના વોર્ડના કાઉન્સિલર અથવા નગરપાલિકા પ્રમુખને જાણ કરે જેથી કોઈ ગરીબ આવા લેભાગુ તત્વોથી છેતરાય નહિ તેવી સલાહ આપી હતી.

Latest Stories