/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-41.jpg)
હવે એક બીજાના વિસ્તારમાં મિલ્કતોના ખરીદ વેચાણ પર લાગશે રોક
રાજ્યના અતિસંવેદનશીલ શહેરોમાં ગણાતા ભરૂચ શહેરમાં રાજ્ય સરકારના મહેસુલ વિભાગ તરફ થી અશાંતધારો લાગુ પાડવામાં આવ્યો છે.
ભરૂચ શહેરના જુના ભરૂચ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમય થી બે કોમ વચ્ચે અશાંતિ ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે લઘુમતિ વિસ્તારમાં બહુમતિ કોમના લોકો દ્વારા તેમજ બહુમતી વિસ્તારમાં લઘુમતિ કોમના લોકો દ્વારા મિલકત ખરીદ વેચાણ કરવામાં ના આવે તેમજ ભાડે થી પણ ના આપી શકાય તેવી સૂચના સાથે આગામી પાંચ વર્ષ સુધી સરકાર દ્વારા અશાંત ધારો લાગુ પાડવામાં આવ્યો છે.
ભરૂચ શહેરના કેટલાક વિસ્તારોમાં બહુમતી અને લઘુમતિ કોમના લોકોની વસ્તી વચ્ચે પાતળી રેખાનો અંતર છે. ત્યારે એક બીજાના વિસ્તારમાં મિલકત ખરીદી તેમજ ભાડે થી રાખવાના કિસ્સાઓમાં બે કોમ વચ્ચે વયમનસ્ય ઉભા થવાના કિસ્સાઓ ભૂતકાળમાં પણ બન્યા છે. ત્યારે અશાંતધારા થકી કોમી તકરારો ટાળવા ના પ્રયાસ થઇ રહ્યા છે.
આ અંગે ભરૂચ જિલ્લા કલેક્ટર રવિ અરોરાએ જણાવ્યું હતુ કે, ભરૂચ શહેરના ૪૬ જેટલા વિસ્તારોનો અશાંતધારામાં સમાવેશ કરવામાં આવ્યો છે. બંન્ને કોમ વચ્ચે કોમી એખલાસ ભર્યું વાતાવરણ બની રહે તેમજ ભૂતકાળમાં બનેલા હુલ્લડો જેવી ઘટનાઓ ન બને તે માટે લોકોની મંગણીઓના આધારે ગુજરાત સરકારે અશાંતધારાની પાંચ વર્ષ સુધી લાગુ પડશેની જાહેરાત કરી હતી.
ભરૂચમાં અશાંત ધારા લાગુ પડતા ભરૂચના ધારાસભ્યએ પણ ગુજરાત સરકારના નિર્ણયને આવકાર્યો હતો.આ નિર્ણય લેવાથી થી આગામી દિવસોમાં બધી કોમો શાંતિ અને ભાઇચારાથી રહી શકશે તેમ જણાવી સરકારના આ પગલાને આવકાર્યું હતું.