બીજા રાજ્યોની ચૂંટણીમાં હાર ભાળી ગયેલી ભાજપ લોકોને ભ્રમિત કરવા રાજ્યમાં દંગલ કરાવે છે તેવો આક્ષેપ કર્યો
ગુજરાતમાં હાલમાં ચાલી રહેલા પરપ્રાંતીયો પરના હુમલાઓએ હવે રાજકીય રંગ પકડ્યો છે. આજે ભરૂચ ખાતે કાર્યકર પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા આવેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખે આ હુમલાઓ ભજપાના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા હોય તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો.
અમિત ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કાયદાની પરિસ્થિતિ સાંભળવાની પ્રાથમિક જવાબદારી રાજ્ય સરકારની છે. તેમની પાસે પોલીસ છે તેમ છતાં આવા હુમલાઓ થઇ રહયા છે. જેની કોંગ્રેસ નિંદા કરે છે. પોલીસ અને એસ.આર.પી હોવા છતાં હુમલાઓ થઇ રહયા છે તો ચોક્કસથી લાગે છે કે આમાં સરકારનું છૂપો આશીર્વાદ છે. બીજા રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. એ ચૂંટણીઓમાં ભાજપાની હાર સીધી દેખાઈ રહી છે. એટલે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ગુજરાતમાં પોલીસના છુપા આશીર્વાદથી આ હુમલા થઇ રહયા છે.
આગામી ચૂંટણી સંદર્ભે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની સીટ અમે ચોક્કસ પણ જીતી લાવીશું.