-
ભરૂચના દહેજના જાગેશ્વર ગામે આયોજન
-
પર્યાવરણ લોકસુનાવણી યોજાય
-
નવયાડ શીપયાર્ડ કંપનીની લોક સુનાવણી
-
ગ્રામજનોએ નોંધવ્યો વિરોધ
-
રોજગારીનો ઉઠાવ્યો મુદ્દો
ભરૂચ: દહેજના જાગેશ્વરમાં પ્રસ્તાવિત નવડાય શિપયાર્ડ કંપનીનો વિરોધ, લોક સુનાવણીમાં ગ્રામજનોએ રોજગારીનો ઉઠવ્યો મુદ્દો
ભરૂચના દહેજના જાગેશ્વર ગામે નવયાડ શિપયાર્ડ પ્રોજેક્ટની લોકસુનાવણીમાં ગ્રામજનોનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ રોજગારી મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. સમાચાર
ભરૂચના દહેજના જાગેશ્વર ગામે નવયાડ શિપયાર્ડ પ્રોજેક્ટની લોકસુનાવણીમાં ગ્રામજનોનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ રોજગારી મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા.
ભરૂચના વાગરા તાલુકાના જાગેશ્વર ગામ ખાતે પ્રસ્તાવિત નવયાન શિપયાર્ડ પ્રોજેક્ટ મુદ્દે યોજાયેલી લોકસુનાવણી દરમિયાન ગ્રામજનોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી.સ્થાનિક લોકો તેમજ આસપાસના ગામોના ગ્રામજનોએ રોજગારી, પર્યાવરણ અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો ઉઠાવતા સુનાવણીમાં વિરોધનો માહોલ સર્જાયો હતો.ગ્રામજનોએ ખાસ કરીને સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા અને લેખિત ગેરંટી આપવાની માંગ કરી હતી. જોકે અધિકારીઓ દ્વારા સ્પષ્ટ જવાબ ન મળતા લોકોમાં અસંતોષ ફેલાયો હતો.ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે દહેજ સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં વર્ષોથી ઉદ્યોગો આવ્યા છતાં સ્થાનિકોને પૂરતી રોજગારી મળી નથી.“જમીન અમારી, અસર અમારી ઉપર તો રોજગારીમાં પ્રથમ હક પણ અમારો જ હોવો જોઈએ” તેવી માંગ સાથે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોકસુનાવણી દરમિયાન અનેક વખત હોબાળો અને રોષનું વાતાવરણ સર્જાતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
