Connect Gujarat
ગુજરાત

ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલ અને ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને સહાય કીટનું વિતરણ કરાયું, અન્ય દાતાઓનો પણ સહયોગ

ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલ અને ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને સહાય કીટનું વિતરણ કરાયું, અન્ય દાતાઓનો પણ સહયોગ
X

કોરોના

વાયરસની મહામારી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે સરકાર દ્વારા

ભારતભરમાં લોકોના હિતમાં બીજા તબક્કાનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ

રોજ-બરોજ મજૂરી કરીને જીવન જીવતા રોજદારો માટે કપરો સામે આવ્યો છે, ત્યારે ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ અને ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને સહાય

કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ

શહેર અને જિલ્લામાં ભૂખ્યાજનોની જઠરાંગીનીને શાંત પાડવાનો પ્રયત્ન ભરૂચ પટેલ

વેલ્ફેર હોસ્પિટલ અને ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે, ત્યારે

ભરૂચ પટેલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શરૂઆતના તબક્કામાં ભરૂચ શહેરમાં 3000 સહાય કીટ

જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત 15000 જેટલી સહાય કીટ જિલ્લાના

ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને વિતરણ કરવામાં આવી હતી.

ભરૂચ

જિલ્લામાં જરૂરિયાતમંદોને આપવામાં આવેલ આ સહાય કીટમાં મહત્તમ યોગદાન ઈશા ફાઉન્ડેશન

(યુ.કે.) દ્વારા આપવામાં આવ્યું છે. ઈશા ફાઉન્ડેશન દ્વારા 60

લાખ જેટલી રકમનું માતબર દાન આપવામાં આવ્યું અને અન્ય સખીદાતાઓ તેમજ ટ્રસ્ટ દ્વારા

1 કરોડ જેટલા રૂપિયાથી 18000 અનાજની સહાય કીટ બનાવી જરૂરિયાતમંદોને આવા કપરા

સમયમાં રાહત થાય તે અર્થે વિતરણ કરવામાં આવી હતી. આ અનાજના સહાયની કીટોને ભરૂચ

શહેર તથા જિલ્લાના વાગરા, આમોદ, જંબુસર,

અંકલેશ્વર અને ઝઘડીયા તેમજ આસપાસના તાલુકા વિસ્તારોમાં જરૂરિયાતમંદ

સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Next Story