/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/WhatsApp-Image-2019-03-10-at-10.39.14-AM-1.jpeg)
કમિશ્નર,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા આજે ૧૦મી માર્ચ ના રોજ પોલિયો બુથનું આયોજન કરવામાં આવતા ભરૂચ જીલ્લામાં પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા પંચાયત આરોગ્ય શાખા, સિવિલ હોસ્પીટલ દ્વારા પણ ઠેર ઠેર બુથનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા સહિત રોટરી કલબના પ્રમુખ, CDMO, RCHO, THO ભરૂચ ઉપસ્થીત રહી શૂન્ય થી પાંચ વર્ષ ના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડવામાં આવ્યા હતા.
ત્યારે ભરૂચ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાએ પણ અમલેશ્વર ગ્રામ પંચાયતમાં પોલિયો બુથમાં જઈ ગામના શૂન્ય થી પાંચ વર્ષના બાળકોને લઈ જઈ તેઓને પોલિયોના બે ટીપાં પીવડાવ્યા હતા અને તેઓ સ્વસ્થ્ય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી અને શૂન્ય થી પાંચ વર્ષના બાળકો ને તેઓની માતા-પિતા દ્વારા વધુ માં વધુ આ પોલિયોના બે ટીપાં પીવડાવે તેવી અપીલ કરી હતી.