New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/1.jpg)
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં ૩૪૦ જેટલા પોલીસ સબ ઈન્સપેક્ટરોને પોલીસ ઈન્સપેક્ટર તરીકે બઢતી આપવામાં આવેલ હતી. તે પૈકી ભરૂચ જિલ્લામાં ફરજ બજવતાં કુલ-૧૩ પોલીસ સબ ઈન્સપેક્ટરોને પોલીસ ઈન્સપેક્ટર તરીકેની બઢતી મળેલ હતી. આ બઢતી પામેલ પોલીસ અધિકારીઓનો અભિવાદન અને વિદાય સમારંભ તેઓના પરીવાર સાથે તા.૧/૧૧/૨૦૧૯ના રોજ પોલીસ અધિક્ષક, રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ તાલીમશાળા પોલીસ હેડક્વાટર ખાતે રાખવામાં આવ્યો હતો.
આ સમારંભમાં બઢતી પામનાર અધિકારીઓ બઢતી મેળવી જે તે જિલ્લામાં ફરજ બજાવશે ત્યાં તેઓ નિષ્ઠાપુર્વક કામગીરી કરી સારી નામના મેળવે તે રીતેની શુભેચ્છા પાઠવી પીપીંગ સેરેમની તથા મોમેન્ટો આપી તેઓને વિદાય આપવામાં આવી હતી.