New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/11123756/WhatsApp-Image-2020-10-11-at-10.11.10-AM.jpeg)
જંબુસર તાલુકાના કાવી કંબોઇ ખાતે આવેલ સ્તંભેશ્વર મહાદેવ જે દક્ષિણ ગુજરાતનું મીની સોમનાથ તરીકે ખ્યાતિ પામ્યું છે. હાલ પવિત્ર અધિક માસ હોય ધાર્મિક દર્શન પૂજન દાનધર્મ પવિત્ર નદીઓના સ્નાનનો અનેરો મહિમા છે. વડોદરાના રાજવી પરિવારના રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ તથા તેમના પુત્ર સમરજીતસિંહ ગાયકવાડ પરિવાર સહિત કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે આવી પહોંચી દર્શન પૂજન અને રૂદ્રાભિષેક લાભ લીધો હતો.