ભરૂચ: રોટરી ક્લબ દ્વારાકોરોનાની સારવારમાં મદદરૂપ દવાઓનું વિનામુલ્યે વિતરણ શરૂ કરાયું

New Update
ભરૂચ: રોટરી ક્લબ દ્વારાકોરોનાની સારવારમાં મદદરૂપ દવાઓનું વિનામુલ્યે વિતરણ શરૂ કરાયું

ભરૂચમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે જરૂરિયાતમંદ દર્દીઓને કોરોનાની સારવારમાં મદદરૂપ દવા વિના મૂલ્યે મળી રહે એ માટે સેવા શરૂ કરવામાં આવી છે જેમાં રોટરી હૉલ ખાતેથી દવાઓનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ભરૂચમાં દિનપ્રતિદિન કોરોનાનો કહેર વકરી રહ્યો છે અને ઘણા લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના પ્રયાસોથી કોરોનાની સારવારમાં મદદરૂપ દવાઓનું વિના મૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રોટરી હૉલ ખાતેથી સવારે 10 થી સાંજે 6 કલાક સુધી આ દવા વિના મૂલ્યે મળશે ત્યારે જરૂરિયાતમંદ દર્દીઓ આ સેવાનો લાભ લે એવો અનુરોધ કરવામાં આવ્યો છે.

Latest Stories