Connect Gujarat
Featured

ભરૂચ : જુઓ નગરપાલિકાના કયાં વોર્ડે 2 ધારાસભ્યો અને ચાર પાલિકા પ્રમુખ આપ્યાં છે

ભરૂચ : જુઓ નગરપાલિકાના કયાં વોર્ડે 2 ધારાસભ્યો અને ચાર પાલિકા પ્રમુખ આપ્યાં છે
X

રાજયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનો જંગ જામી રહયો છે ત્યારે ભરૂચમાં વોર્ડ નંબર -11માં ભાજપના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કોઇ પણ ચુંટણી પહેલાં રાજકીય પક્ષો તેમના હંગામી કાર્યાલયો ખોલતાં હોય છે. આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી પહેલાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11 માટે ભાજપના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાંથી ભાજપે ચાર નવા ઉમેદવારોને ટીકીટ આપી છે. કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ જણાવ્યું હતું કે, ભાજપના પાયાના કાર્યકર બચુભાઇ સોલંકીના હસ્તે કાર્યાલયનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. તેમણે ભાજપના ચારેય ઉમેદવારોને વિજેતા બનાવવા અપીલ કરી હતી. ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, વોર્ડ નં ૧૧ના મતદારોનો વર્ષો થી ભારતીય જનતા પાર્ટી ને જંગી બહુમતી સાથે જીતાડવાનો અભિગમ રહયો છે.આજ વિસ્તારમાંથી ૨ ધારાસભ્યો અને ચાર નગરપાલિકા પ્રમુખ બન્યાં છે..

Next Story