ભરૂચ શહેરમાં આવેલી શ્રીજી નગર તથા નારાયણ નગર - ૧ સોસાયટીના રહીશોએ શ્રીજી વિસર્જનનો એક નવો જ અભિગમ

New Update
ભરૂચ શહેરમાં આવેલી શ્રીજી નગર તથા નારાયણ નગર - ૧ સોસાયટીના રહીશોએ શ્રીજી વિસર્જનનો એક નવો જ અભિગમ

રહીશોએ સોસાયટીના જ કોમન પાર્ટી પ્લોટમાં કુંડ બનાવી સોસાયટીમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિઓ વિસર્જન કરી

ગણેશ વિસર્જનની સાથે-સાથે ભરૂચ શહેરમાં આવેલી શ્રીજી નગર તથા નારાયણનગર એક સોસાયટી ના રહીશોએ શ્રીજી વિસર્જન નું એક નવો જ અભિગમ અપનાવ્યો હતો.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં આજે પાણી ન હોવાના કારણે અનેક જગ્યાએ બેટ બહાર આવી ગયા છે. ભરૂચ શહેરમાં ગણેશ વિસર્જન માટે મા નર્મદામાં પાણી ન હોવાના કારણે તંત્ર દ્વારા ગોલ્ડ બ્રિજ નીચે તથા ઝાડેશ્વર સાંઈ મંદિર ખાતે કુત્રિમ તળાવ બનાવી ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવાની સુવિધા કરવામાં આવી છે. જ્યારે ભરૂચ શહેરની મોટી મૂર્તિઓને ભાડભૂત ગામ ખાતે વિસર્જન કરવાની વ્યવસ્થા ગોઠવાઈ છે.

ત્યારે ભરૂચ શહેરમાં શક્તિનાથ પાસે આવેલી શ્રીજી નગર સોસાયટી તથા નારાયણ નગર -૧ સોસાયટીના રહીશોએ સોસાયટીના જ કોમન પાર્ટી પ્લોટમાં પોતાની જાતે જ પાણીનો કુંડ બનાવી સોસાયટીમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિઓ વિસર્જન કરી હતી અને જાહેર જનતા જોગ અપીલ કરી હતી કે, માટીની ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓજ સ્થાપીત કરવાનો આગ્રહ રાખે અને જો વ્યવસ્થા હોય તો પોતાના સોસાયટીના કોમન પ્લોટમાં જ પાણીની કુંડ બનાવી ગણેશજીની મૂર્તિઓ વિસર્જિત કરે. જેના થકી આપણે માં નર્મદાના જળમાં થતા પ્રદૂષણને અટકાવવામાં સહભાગી બની નદીની પવિત્રતા જળવી શકીએ.

Latest Stories