ભરૂચ : જંબુસર રોડ ઉપર થામ નજીક સર્જાયો અકસ્માત, 2 વ્યક્તિનું ઘટના સ્થળે મોત

New Update
ભરૂચ : જંબુસર રોડ ઉપર થામ નજીક સર્જાયો અકસ્માત, 2 વ્યક્તિનું ઘટના સ્થળે મોત

ભરૂચ જીલ્લાના જંબુસર રોડ ઉપર આવેલ થામ ગામ નજીક અકસ્માતના બનાવમાં 2 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, સોમવારના રોજ બપોરના સુમારે ભરૂચ-જંબુસર રોડ ઉપર આવેલ થામ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. બાઇક અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં 2 વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જેમાં કોઈ કામ અર્થે બહાર નીકળેલા યુવાનની બાઇક માર્ગ ઉપર અચાનક સ્લીપ થઈ જતાં બાઇક ઉપર સવાર બન્ને યુવાનો નીચે પટકાયા હતા, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલું ટેન્કર બન્ને યુવાનો ઉપર ફરી વળ્યું હતું.

ભરૂચ-જંબુસર રોડ ઉપર થામ ગામ નજીક સર્જાયેલ અકસ્માતમાં 2 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજતા પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. સમગ્ર ઘટના અંગે આસપાસના સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories