ભરૂચ : CISFના જવાનોએ હાથ ધર્યું સફાઈ અભિયાન, નિલકંઠેશ્વર ઘાટ ખાતે કરી સાફ-સફાઈ

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ
નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે CISFના જવાનો દ્વારા
નર્મદા ઘાટ પર થયેલ ગંદકી તેમજ કચરાની સાફ-સફાઈ કરવામાં આવી હતી.







શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નિલકંઠેશ્વર
મહાદેવ મંદિરના ઓવારે CISFના જવાનોએ નર્મદા ઘાટ પર થતી
ગંદકીની સાફ-સફાઈ કરી હતી. ભરૂચમાં ધાર્મિક મહાત્મયના પગલે દરરોજ મોટી સંખ્યામાં
ભાવિક ભક્તો દેવલયોમાં આવતા હોય છે, ત્યારે મંદિરમાં થતી
પૂજા વિધિ બાદ તેના પૂજાપાને નર્મદા નદીના પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવે છે.
જે પૂજાપો નદીમાં પાણીના પ્રવાહથી કિનારા પર તણાઈ આવે છે. જેના કારણે નદી કિનારે
મોટા પ્રમાણમાં કચરો એકઠો થાય છે, ત્યારે સ્વચ્છ ભારત અભિયાન
અંતર્ગત નિલકંઠેશ્વર મંદિરના ઓવારે CISFના જવાનો દ્વારા સફાઈ
અભિયાન હાથ ધરાયુ હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત CISFના
જવાનોએ ગંદકી સાફ કરી તેમજ કચરો એકઠો કરી નદી કિનારાને સ્વચ્છ કર્યો હતો.