ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં આવેલ કોશીયાકોલા વિસ્તારમાં વૃદ્ધ મહિલાનું મકાન તૂટી પડતાં ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્યએ સહાયરૂપે ચેક અર્પણ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી.
નેત્રંગ પંથકમાં આવેલ કોશીયાકોલા વિસ્તારમાં અચાનક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. જે મકાનમાં ગં.સ્વ. શાંતાબેન રત્નસિંહ વસાવા કે, જેઓ એકલાં જ ગરીબીના ધોરણમાં જીવતાં હોય અને પોતાનું મકાન પડી જવાથી જાણે માથે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ થવા પામી હતી. જેની જાણ ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાને થતાં પોતાના ચુંટણી સમયે પોતાના આપેલ વચન પોતાના ધારાસભ્ય તરીકેનો જે પગાર હશે, તે જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાતમાં જ વાપરીશ, ત્યારે આ જ વચનની ભાવના થકી ધારાસભ્ય રીતેશ વસાવાએ તાત્કાલિક ધોરણે રૂપિયા 15 હજાર ચેક પેટ આપતાં માનવતા મહેકાવી હતી, ત્યારે અસરગ્રત મહિલાએ પણ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.
