ભરૂચ : આજે “પોલિયો રવિવાર”, તમારા બાળકને પોલિયોના ટીપાં પીવડાવાનું ભુલશો નહીં

0

ગુજરાત રાજ્યમાં પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન રાઉન્ડ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ પલ્સ પોલિયો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. પોલિયોમુક્ત ભારત અને પોલિયોમુક્ત ગુજરાતના સંકલ્પ સાથે રાજ્યભરના 5 વર્ષ સુધીની વયના આશરે 80 લાખથી વધુ બાળકોને પોલિયો અભિયાનમાં આવરી લેવામાં આવ્યા છે.

આજે પોલિયો રવિવાર હોવાથી ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર પોલિયો બૂથ ઊભા કરવામાં આવ્યા છે, ત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં પણ વહેલી સવારથી જ લોકોએ તેમના 5 વર્ષ સુધીની વયના બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ પોલિયોના 2 ટીપાં પીવડાવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલાએ પોલિયો બૂથ પર બાળકોને પોલિયોની રસી પીવડાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત શહેરના સિવિલ હોસ્પિટલ, સેવાશ્રમ હોસ્પિટલ, રેલ્વે સ્ટેશન, એસ.ટી. ડેપો, પાંચબત્તી, જૂના ભરૂચ વિસ્તાર, મહમ્મદપુરા, શ્રવણ ચોકડી, શક્તિનાથ, કસક, ઝાડેશ્વર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોએ પોતાના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી સરકારના પોલિયોમુક્ત ભારત અભિયાનના સહભાગી બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here