Connect Gujarat
Featured

ભરૂચ : શહેરના 11 વોર્ડમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો, મતદારોએ લીધો લાભ

ભરૂચ : શહેરના 11 વોર્ડમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો, મતદારોએ લીધો લાભ
X

કોરોના વાયરસના કહેરના કારણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ ભલે 3 મહિના સુધી મુલતવી રાખવામાં આવી હોય પણ ચુંટણી પંચ મતદાર યાદી અપડેટ કરવાની કામગીરીમાં જોતરાય ગયું છે…

રાજયમાં આઠ વિધાનસભાની પેટા ચુંટણીઓ બાદ હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીના પડઘમ વાગી રહયાં છે. સંભવત : જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં યોજાનારી ચુંટણીઓ પહેલાં ચુંટણી પંચ મતદારયાદી અપડેટ કરી રહયું છે. જેના ભાગરૂપે રવિવારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચ શહેરના તમામ 11 વોર્ડમાં આવેલાં મતદાન મથકો ખાતે કર્મચારીઓ હાજર રહયાં હતાં. બીએલઓની હાજરીમાં નવા મતદારોએ તેમના નામ મતદાર યાદીમાં ઉમેરાવ્યાં હતાં જયારે નોંધાયેલા મતદારોએ તેમના નામ- સરનામા સહિતની વિગતોમાં સુધારો કરાવ્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપના નવ નિયુકત પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ મતદારોને મતદારયાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરી હતી.

Next Story