ભરૂચમાં ભર ઉનાળે પાણીની પરબો બંધ હાલતમાં

New Update
ભરૂચમાં ભર ઉનાળે પાણીની પરબો બંધ હાલતમાં

ભરૂચ નગરપાલિકાને લોકહિતાર્થે વિવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા તૈયાર કરી અપાયેલ ઠંડા પાણીની પરબો શાસકોની લાલીયાવાડીના કારણે બંધ હાલતમાં જોવા મળી રહી છે. જેમાં ભરૂચ સ્ટેશન રોડ પર સુપરમાર્કેટ પાસે તેમજ સેવાશ્રમ હોસ્પીટલ સામે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવેલ પરબ શોભાના ગાંઠીયા સમાન બની છે.

ભરૂચ શહેરના લોકો હાલ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે.દિવસ દરમિયાન ગરમીનો પારો સતત ઉપર રહેતા આકાશમાંથી અગન ગોળા વરસતા હોવાનો એહસાસ નગરજનોને થઈ રહ્યો છે.જેના કારણે પાણીનો શોષ વધુ પડતો હોય વારંવર પાણી પીવાની જરૂરિયાત ઉભી થતી હોય છે.

ભરૂચ શહેરના કેટલાય દુકાનદારો માનવતાની દ્રષ્ટિએ માટલા તો કેટલાક દુકાનદારો ઠંડાજગ મુકતા હોય છે.જેનો લાભ રસ્તે આવન-જાવન કરતા રાહદારી તેમજ વાહનચાલકો લેતા હોય છે.વર્ષો અગાઉ ભરુચ શહેરના મુન્શી મનુબરવાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્ટેશન રોડ પર પટેલ સુપર માર્કેટ પાસે ઠંડા પાણીના કુલર સાથેનું પરબ બનાવી સંચાલન ભરૂચ નગર્પાલિકાને હવાલે કર્યું હતું.પરંતુ માનવતા વિસરી ચુકેલ ભરૂચ નગરપાલીકાના શાસકો તથા અધિકારીઓ આ પરબને કાર્યરત કરવાનું વિસરી ગયા હોય તેમ આ પરબ શોભાના ગાંઠીયા સમાન બની છે.

હોસ્ટેલગ્રાઉન્ડ ખાતેની રોટરી કલબ દ્વારા અર્પણ કરાયેલ પરબ તેમજ પાંચબત્તિ ખાતે અદ્યતન નવી બનાવાયેલ પરબની છે.ગત વર્ષે ભરૂચ નગરપાલિકાના મહિલા પ્રમુખે માનવતા બતાવી તાત્કાલિક અસરથી હોસ્ટેલગ્રાઉંડ ખાતેની પરબ કાર્યરત કરી હતી.સામાજીક સંસ્થાઓ નગરજનોની સુવિધા હેતુ ઠેર-ઠેર પરબો બનાવી નગરપાલિકાને સંચાલન માટે સોંપી લોકસેવા કર્યાનો સંતોષ અનુભવે છે પણ જે નગરપાલિકાને સંચાલન માટે સોંપી તે તેનું સુચારૂ સંચાલન કરે છે કે નહીં તે જોવાની તસ્દી લઈ પોતાના હાથમાં જ સંચાલન લઈ પરબો કાર્યરત કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હાલ તો ભર ઉનાળે ભરૂચની પ્રજા પાણી વગર વલખા મારી રહી છે.

પરબ માટે પુન: એકવાર વિપક્ષ મેદાને આવી ભરૂચ પાલિકા ખાતે કોંગ્રેસના સભ્યો દ્વારા પ્રમુખ ને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ભરૂચના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ દાદાભાઈ બાગ વિસ્તારમાં આવેલ પાણીની પરબ માટે જગ્યા હોવા છતાં ત્યાં આજ દિન સુધી પરબનું નિર્માણ થયું નથી જે અંગે પાલિકાન અગાઉના પ્રમુખ આર વી પટેલ ને કોંગ્રેસના કોર્પોરેટરરો દ્વારા રજૂઆત કરાઈ હતી અને વહેલી તકે પરબનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી.

તો બીજી તરફ પાલિકા પ્રમુખે જણાવ્યું કે, આ માટે અમો સતત ચીંતીત છીયે અને ખુબજ જલ્દી થી ટેંન્ડર પ્રક્રીયા હાથ ધરી નગરજનો માટે નવી ટેકનોલોજી વાળા આર.ઓ. સાથે પાણીની પરબો કાર્યાંવીત કરાશે તેમ જણાવી વિપક્ષ બોર્ડમાં પણ માત્ર બોલ-બોલ જ કરે છે. પુરી વાત નથી સાંભળતું.

Latest Stories