Connect Gujarat
સમાચાર

ભરૂચ : નવી શિક્ષણનિતિમાં શિક્ષકોની કેવી રહેશે ભુમિકા, સમજો જાણીતા ટ્રેનર પરેશ ભટ્ટ પાસેથી

ભરૂચ : નવી શિક્ષણનિતિમાં શિક્ષકોની કેવી રહેશે ભુમિકા, સમજો જાણીતા ટ્રેનર પરેશ ભટ્ટ પાસેથી
X

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ તેના આધુનિક પધ્ધતિથી આપવામાં આવતાં શિક્ષણ માટે જાણીતી છે. શાળાના વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ સમયની સાથે અપડેટ રહે તે માટે રવિવારના રોજ શાળા ખાતે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચની જયઅંબે ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે રવિવારના નવી રાષ્ટ્રીય શિક્ષણ પધ્ધતિમાં શિક્ષકોની ભુમિકા વિશે વેબીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં જાણીતા ટ્રેનર પરેશ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહયાં હતાં. ઓનલાઇન માધ્મયથી તેમણે જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના શિક્ષકો સાથે સંવાદ કરી તેમની નવી ભુમિકા વિશે વિસ્તારથી જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ પધ્ધતિમાં હવે બાળકોએ ઓનલાઇન, ઓફલાઇન તથા સેલ્ફ લર્નિગ એમ ત્રણ તબકકામાં શિક્ષણ મેળવવું પડશે જયારે શિક્ષકોએ પણ આ પ્રકારે શિક્ષણ આપવા માટે સજજ બનવું પડશે

ટ્રેનર પરેશ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, નવી શિક્ષણ પધ્ધતિમાં હવે બે પુઠ્ઠાના શિક્ષણમાંથી શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બહાર આવવું પડશે. શિક્ષકોએ બાળકોને હવે પુસ્તકના બે પુઠ્ઠા અને વર્ગની ચાર દિવાલોની બહાર નીકળી પ્રેકટીલક શિક્ષણ પર ભાર મુકવો પડશે. વેબીનાર દરમિયાન એક વાત સામે આવી છે કે નવી શિક્ષણ પધ્ધતિમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદિદતા વધારવી પડશે. વેબીનારને સફળ બનાવવા માટે જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના એમડી મનિન્દરસિંગ જોલી, ટ્રસ્ટી યોગેશ પારીક તથા અન્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Next Story