ભરૂચ બેઠક પર ઉમેદવારી માટે ભાજપમાં રાફડો ફાટ્યો, 15થી વધુ આગેવાનોએ દાવેદારી નોંધાવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારો વચ્ચે જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે.

ભરૂચ બેઠક પર ઉમેદવારી માટે ભાજપમાં રાફડો ફાટ્યો, 15થી વધુ આગેવાનોએ દાવેદારી નોંધાવી
New Update

ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ભરૂચ વિધાનસભા બેઠક પર જાણે દાવેદારોનો રાફડો ફાટયો હોય એમ 15થી વધુ આગેવાનોએ બાયોડેટા નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા..

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારો વચ્ચે જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે ભાજપના નિરીક્ષક ભુપેન્દ્રસિંહ ચુડાસામા,શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમિષા સુથાર દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ભરૂચ બેઠક પર ઉમેદવારોનો જાણે રાફડો ફાટયો હોય એમ 15થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી..

જેમાં વર્તમાન ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર સહિત યોગેશ પટેલ,નરેશ પટેલ,શૈલા પટેલ, ડો.સુષ્મા ભટ્ટ, દક્ષા પટેલ, અમિતા પ્રજાપતિ,નિરલ પટેલ, દિવ્યેશ પટેલ,અનિલ રાણા,બીરેન વકીલ,વિરલ ઠાકોરે પોતાના બાયોડેટા નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હોવાની માહિતી મળી રહી છે ત્યારે દાવેદારોના રાફડા વચ્ચે મોવડી મંડળ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે એ જોવાનું રહેશે..

#BJP sens process #GujaratElection 2022 #Bharuch Vidhansabha Election #AssemblyElection ##bjp4bharuch #GujaratConnect #Bharuch #MLABharuch DushyantPatel #VidhansabhaElection #bharuchnews #Sens Process
Here are a few more articles:
Read the Next Article