Connect Gujarat
ભરૂચ

ભરૂચ-અંકલેશ્વરમાં આંબેડકર જયંતીની ઉજવણી કરાય, વિવિધ રાજકીય પક્ષ-સંગઠનોએ બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

ડો. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજ્યંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષ સહિતના સંગઠનોએ બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

X

ડો. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજ્યંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષ સહિતના સંગઠનોએ બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજ્યંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની અધ્યક્ષતામાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિકૃતિ પર અને ત્યાર બાદ ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થિત પ્રતિમા પર પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ડિયા ગઠબંધનન ઉમેદવાર ચૈતર વસાવા વિશેષ હાજર રહી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પી તેમના સ્મરણોને યાદ કર્યા હતા. આ પ્રસંગે શહેર પ્રમુખ હરીશ પરમાર, પ્રવક્તા નાઝુ ફડવાલા, પાલિકાના વિપક્ષના દંડક હમેન્દ્ર કોઠીવાલા, મહિલા પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લામાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અંકલેશ્વર શહેર રેલવે સ્ટેશન સ્થિત ડો. બાબા સાહેબની પ્રતિમાને વિવિધ રાજકીય પક્ષો, આગેવાનો, સામાજિક કાર્યકરો, સંગઠનો સહિત દલિત સમાજના આગેવાનો દ્વારા ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ રેલવે સ્ટેશન સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી માટીએડ ગામ સુધી રેલીનું પણ આયોજન કરાયું હતું. જે રેલીમાં સમાજના આગેવાન ડી.સી.સોલંકી, ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા અને અનિલ ભગત સહિતના આગેવાનો જોડાયા હતા.

Next Story