/connect-gujarat/media/post_banners/3b95d9febc20f4607532b19fed617920ed6922d9be54c5b68a775ed56f82c988.jpg)
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-પાનોલી વિસ્તારમાં આવેલ સકાટા ચોકડી નજીક મોબાઈલ અને મોટરસાઇકલ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. મોપેડ લઇ પસાર થઇ રહેલ મંજુ પરમારને વચ્ચે જ આંતરી લઇ તેઓ પાસેથી મોબાઇલ ફોન અને મોપેડ લઇ 3 ઈસમો ભાગી રહ્યા હતા. આ દરમિયાન મંજુ પરમારે અન્ય મોટરસાયકલની મદદથી તમામ આરોપીઓનો પીછો કર્યો હતો, ત્યારબાદ તેઓએ આરોપીઓની બાઇકને ટક્કર મારતા તમામ ઈસમો નીચે પટકાયા હતા. જે બાદ તમામ ઇસમોને પકડવાના પ્રયાસ કરવામાં આવતા તેઓએ મંજુ પરમાર સાથે ઝપાઝપી કરી તેઓને ચપ્પુ બતાડી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગેની ફરિયાદ પાનોલી પોલીસ મથકે નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટને અંજામ આપનારા ત્રણેય લૂંટારુઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.