/connect-gujarat/media/post_banners/a4c41ec6e190584d32fafc23e9144a1764a98bc5da497646703b4aec4f64521d.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એ' ડીવીઝન પોલીસે ઝેનીથ સ્કુલ પાછળ આવેલ ઘનશ્યામ નગરમાંથી જુગાર રમતા 9 જુગારીયાઓને રૂપિયા 1.98 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર એ' ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ઝેનીથ સ્કુલ પાછળ આવેલ ઘનશ્યામ નગરમાં રહેતો ઈસમ પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે, ત્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 87 હજાર અને 10 નંગ મોબાઈલ ફોન તેમજ 2 બાઈક મળી કુલ રૂપિયા 1.98 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ મુખ્ય સુત્રધાર સહિત 9 જુગારીયાઓને ઝડપી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.